હડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડ

અવ્યય

 • 1

  કૂતરાને હાંકવાનો ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી; સર હટ

હૂંડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂંડે

અવ્યય

 • 1

  હૂંડામાં; એકજથે.

હૂડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂડ

અવ્યય

 • 1

  તિરસ્કારનો એવો ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી; સર૰ सं. हूड्=જવું; म.

હૈડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૈડું

નપુંસક લિંગ

 • 1

  હૈયું; હૃદય; દિલ; અંતકરણ.

 • 2

  [સર૰ હેરવું અ૰ક્રિ૰] પેંધું; ટેવ (ચ.).

હડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડે

અવ્યય

 • 1

  કૂતરાને હાંકવાનો ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી; સર હટ

હેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેડ

સ્ત્રીલિંગ

 • 1

  ગુનેગારનો પગ જકડી રાખવાને કરેલું મોટું ભારે લાકડું.

 • 2

  તોફાની ગાયભેંસના ગળામાં પગ વચ્ચે રહે એમ બંધાતું લાંબું લાકડું; ડેરો.

 • 3

  સગર્ભા સ્ત્રીને નિયમિત થતી અમુક શારીરિક પીડા જેમ કે, ઊલટીની હેડ.

 • 4

  વેચવાના બળદનો કાફલો.

 • 5

  લાક્ષણિક જેલ; કેદ.

હડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

હડે

 • 1

  કૂતરાને હાંકવાનો ઉદ્ગાર.

મૂળ

જુઓ હડ

હેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેડ

વિશેષણ

 • 1

  માથું.

 • 2

  મગજ; બુદ્ધિ.

 • 3

  શિખર; શીર્ષ.

 • 4

  મુખ્ય; પ્રધાન; પ્રમુખ.

હેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેડ

પુંલિંગ

 • 1

  અધ્યક્ષ.