હલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'હલવું', 'હાલવું'નું પ્રેરક.

 • 2

  ઊંચુંનીચું કરી (કોઈ કામ, વાત, વિચાર ઇ૰ને) ગતિ કે ચાલના આપવી; ચળવળ; ખળભળાટ; પ્રવૃત્તિ પ્રેરે એમ કરવું.

 • 3

  બીજા નામ સાથે વપરાતાં તે તે વસ્તુ દ્વારા કાંઈ કરવું, એવો અર્થ થાય છે.

હુલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  હુલરાવવું; 'હૂલરવું'નું પ્રેરક; હિલ્લોળવું; (બાળકને) ઉછાળીને રમાડવું; લડાવવું.

 • 2

  ઉછાળવું.

 • 3

  હલાવવું; ચારે કોર ફેરવવું.

 • 4

  'હુલાવું', 'હૂલવું'નું પ્રેરક.

 • 5

  હુલાવીને ભોંકવું; જેમ કે, કટાર હુલાવી દીધી.

હેલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેલાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'હેલવું'નું પ્રેરક.